શીઆ જાફરી મશાયખી વિકાસ મંડળ સાબરકાંઠાનો પરિચય
બાદરપુરથી પ્રગટ થતા જ્ઞાનોદય માસિકનું પ્રકાશન બંધ થતાંની સાથે જ
સામયિકનો સ્વાદ ચાખી ગયેલ શીઆ જાફરી મશાયખી મોમિન જમાઅતમાં એક પ્રકારનો
શૂન્યાવકાશ પેદા થયો હતો તેથી જ સાબરકાંઠાના નોકરી કરતા બુદ્ધિજીવીઓએ
આવું જ એક સામયિક ફરીથી ચાલુ કરવાના ચક્રો ગતિમાન કર્યા. આ શુભ કાર્યની
શરૂઆત કરવાના આશયથી તા ૧૮/૨/૧૯૮૧ ના રોજ શીઆ જાફરી મશાયખી જમાઅતનું
એક મંડળ ઊભું કરવા માટે મહેરપુરાના મુકામ દરમિયાન આકાએ નામદાર પીર
સૈયદ મોહંમદ મુશાહિદ હુસૈન બાવા સાહેબ (રહ.)ની દુઆ આશિષ લેવા માટે
ગયા તો આપ નામદારે મંડળનું નામ
શીઆ જાફરી મશાયખી
વિકાસ મંડળ, સાબરકાંઠા આપ્યું અને આ કાર્યક્રમમાં સફળતા મળે
એવી દુઆ પણ આપે ફરમાવી. આ તબક્કે આપે સામયિક ચાલુ કરવાની પરવાનગી પણ
આપી અને સામયિકનું નામ
જાફરી આવાઝ
આપ્યું. આ મંડળના બંધારણમાં જાફરી આવાઝના પ્રકાશન ઉપરાંત ધાર્મિક,
શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવાનો પણ નિર્ધાર કર્યો જે આજપર્યંત
ચાલુ છે.
શીઆ જાફરી મશાયખી વિકાસ મંડળ, સાબરકાંઠાની પ્રવૃત્તિઓ
આ મંડળ તા.૧૮-૨-૧૯૮૧થી આજ દિન સુધી ‘જાફરી આવાઝ’ માસિકનું સફળતાપૂર્વક
પ્રકાશન કરતું આવ્યું છે અને સમયાંતરે નીચે મુજબ વિશેષાંકો પણ
પ્રગટ કરેલ છે.
અમરયાત્રા – ઓગસ્ટ - ૧૯૮૪ પીર
સૈયદ મોહંમદ ઝહીર હુસૈન બાવા (રહ.)ના જીવન પર આધારિત વિશેષાંક.
મહેરનામાં – સપ્ટેમ્બર - ઓક્ટોબર
- ૧૯૮૪ અલ્હાજ પીર સૈયદ મહેરહુસૈન બાવા (રહ.)ના જીવન અને
ખુત્બાઓ પર આધારિત વિશેષાંક.
૫૦મો ગોલ્ડન જ્યુબિલી - જાન્યુઆરી
-૧૯૮૫ જાફરી આવાઝનો ૫૦મો અંક
ગોલ્ડન જ્યુબિલી વિશેષાંક –
જાન્યુઆરી -૧૯૯૨ પીર સૈયદ મોહંમદ મુશાહિદહુસૈન બાવા સાહેબ (રહ.)ની
૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પ્રકાશિત વિશેષાંક.
માણ્યું તેનું સ્મરણ - ફેબ્રુઆરી
–માર્ચ -૧૯૯૨ ગોલ્ડન જ્યૂબીલીની ઉજવણીની માહિતી અને પ્રતિક્રિયાઓ
દર્શાવતો અંક.
શાદી વિશેષાંક – જાન્યુઆરી
–ફેબ્રુઆરી -૧૯૯૪ હઝરત અલ્હાજ પીર સૈયદ મોહંમદ મુજાહિદહુસૈન બાવા
સાહેબ (રહ.)ની શાદીની ઉજવણીનો વિશેષાંક.
પીર સૈયદ મોહંમદ કામરાનહુસૈન બાવા સાહેબ (મદ્દે.)
વિશેષાંક – સપ્ટેમ્બર-૧૯૯૫
મહેરબાવા જન્મ શતાબ્દી વિશેષાંક
- નવેમ્બર -૧૯૯૬.
જાફરી આવાઝનો દ્વિશતાબ્દી અંક
– એપ્રિલ-૧૯૯૮
જાફરી આવાઝ રજત જયંતિ વર્ષ વિશેષાંક
– મે - ૨૦૦૬ અલ્હાજ હઝરત પીર સૈયદ મોહંમદ મુજાહિદહુસૈન બાવા
સાહેબ (રહ.)ને ગાદી સોંપવામાં આવી તે પ્રસંગનો વિશેષાંક.
તા. ૨૩-૮-૧૯૮૧થી બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન મળી રહે તે હેતુથી
શીઆ જાફરી મશાયખી વિકાસ મંડળ, સાબરકાંઠા તરફથી સમગ્ર બાવીસી જમાઅતના
તેજસ્વી તારલાઓને જાહેરમાં પારિતોષિકથી આજપર્યત સન્માનવામાં આવે
છે. પારિતોષિકોની વિગત નીચે મુજબ છે.
(૧) એસ.એસ.સી સાબરકાંઠાના ભાઈઓમાં
પ્રથમ પારિતોષિક : હાજરપીર સૈયદ મોહંમદ મુજાહિદહુસૈન જાફરી
સિલ્વર મેડલ દાતા: મર્હૂમ વજીરભાઇ ટી. દાંત્રેલિયા(મહેરપુરા).
(૨) એસ.એસ.સી સાબરકાંઠાની બહેનોમાં
પ્રથમ પારિતોષિક : જનાબા સૈયદા ખેરૂન્નિસા બેગમ સાહેબા
મેમોરીયલ સિલ્વર મેડલ દાતા: ડીસન્ટ મેડીકલ સ્ટોર્સ(મોડાસા).
(૩) એસ.એસ.સી સાબરકાંઠા સિવાય
બાવીસીમાં ભાઈઓમાં પ્રથમ પારિતોષિક :પીર સૈયદ મોહંમદ ઝહીરહુસૈન
જાફરી મેમોરીયલ સિલ્વર મેડલ દાતા: મો.હાસમભાઈ એ. વિજાપુરા(જેઠીપુરા).
(૪) એસ.એસ.સી સાબરકાંઠા સિવાય બાવીસીમાં
બહેનોમાં પ્રથમ પારિતોષિક : જનાબા સૈયદા ઇતરતફાતેમા બેગમ
સાહેબા મેમોરીયલ સિલ્વર મેડલ દાતા: મો.અબ્બાસભાઈ વી. આગલોડીયા(ઈલોલ
તલાવ)
(૫) એચ.એસ.સી(વિજ્ઞાન પ્રવાહ)માં
સાબરકાંઠામાં ભાઈઓમાં પ્રથમ પારિતોષિક : પીર સૈયદ મોહંમદ
મુજાહિદહુસૈન જાફરી સિલ્વર મેડલ દાતા: મો.હાસમભાઈ એસ. વિજાપુરા(જેઠીપુરા).
(૬) એચ.એસ.સી(વિજ્ઞાન પ્રવાહ)માં
બાવીસીમાં ભાઈઓમાં પ્રથમ પારિતોષિક : પીર સૈયદ અહેમદહુસૈન
જાફરી મેમોરીયલ સિલ્વર મેડલ દાતા: મો.તાલિબઅલી એસ. વિજાપુરા(જેઠીપુરા).
(૭) એચ.એસ.સી(વિજ્ઞાન પ્રવાહ)માં
સાબરકાંઠામાં બહેનોમાં પ્રથમ પારિતોષિક : સૈયદા ઇતરતફાતેમા
જાફરી સિલ્વર મેડલ દાતા: મો.કાઝિમઅલી કમાલભાઈ થાવરા(ઈલોલ તલાવ).
(૮) એચ.એસ.સી(વિજ્ઞાન પ્રવાહ)માં
બાવીસીમાં બહેનોમાં પ્રથમ પારિતોષિક : સૈયદા ખેરૂન્નિસા
જાફરી સિલ્વર મેડલ દાતા: મો.મહંમદઅલી અલીભાઈ વિજાપુરા(જેઠીપુરા)
(૯) એચ.એસ.સી(સામાન્ય પ્રવાહ)માં
બાવીસીમાં બહેનોમાં પ્રથમ પારિતોષિક : સૈયદા તેહસીનફાતેમા
જાફરી સિલ્વર મેડલ દાતા: મર્હૂમ નુરભાઈ દાઉદભાઈ ડોડીયા(કેસરપુરા).
(૧૦) સ્નાતક કક્ષામાં બાવીસીમાં
મેરીટના ધોરણે બહેનોમાં પ્રથમ પારિતોષિક : જનાબા સૈયદા
તેહસીનફાતેમા બેગમ સાહેબા સિલ્વર મેડલ દાતા: મર્હૂમ વજીરભાઇ
નુરભાઈ સુરપુરા(સુરપુર)
(૧૧) સ્નાતક કક્ષામાં સાબરકાંઠામાં
મેરીટના ધોરણે બહેનોમાં પ્રથમ પારિતોષિક : જનાબા સૈયદા
વજીરૂન્નિસા બેગમ સાહેબા મેમોરીયલ સિલ્વર મેડલ દાતા: મો.હસનભાઈ
દાઉદભાઈ ભટ્ટ(જેઠીપુરા) .
(૧૨) અનુસ્નાતક કક્ષાએ બાવીસીમાં
મેરીટના ધોરણે બહેનોમાં પ્રથમ પારિતોષિક : ઝહીના-એ-ઝહેરા
દાતા: મર્હૂમ ઇબ્રાહીમભાઇ દાઉદભાઈ ખણુશીયા(કાટવાડ)
(૧૩) એમ.બી.બી.એસ.માં સાબરકાંઠામાં
મેરીટના ધોરણે ભાઈઓ-બહેનોમાં પ્રથમ પારિતોષિક : હૈદરી ટ્રોફી
દાતા: મો.યાકુબભાઈ શરીફભાઇ આગલોડીયા(પીપોદર)
(૧૪) સમગ્ર બાવીસીમાં ભાઈઓ તથા
બહેનોમાં એમ.બી.બી.એસ. તેમજ દરેક તબીબી વિભાગો જેવા કે બી.એ.એમ.એસ./બી.ડી.એસ./ડી.એચ.એમ.એસ./વેટેનરી(વી.ઓ.)માં
ભાઈઓ-બહેનોમાં મેરીટના ધોરણે પ્રથમ પારિતોષિક : જાફરી મેમોરીયલ
સિલ્વર મેડલ દાતા: મો.ગુલામમહંમદ સુલેમાન વિજાપુરા(જેઠીપુરા)
(૧૫) ઈજનેરી શાખામાં ડીગ્રી મેળવનાર
બાવીસીમાં મેરીટના ધોરણે ભાઈઓ-બહેનોમાં પારિતોષિક :
વલીઅહદ પીર સૈયદ મોહંમદ મુજાહિદહુસૈન બાવા
સાહેબ(મદ્દે.) સિલ્વર મેડલ.
(૧૬) બી.ફાર્મ./એમ.ફાર્મ.ની ડીગ્રી
મેળવનાર સાબરકાંઠાના ભાઈઓ-બહેનોમાં મેરીટના ધોરણે પ્રથમ પારિતોષિક
: પીર સૈયદ પીર સૈયદ હસનઅલી (રહે.) મેમોરીયલ સિલ્વર મેડલ
દાતા: મો.ડો.તાહેરઅલી ગુલામહુસૈન વિજાપુરા(જેઠીપુરા)
(૧૭) બાવીસીમાં ભાઈઓ-બહેનોમાં
પી.એચ.ડી./એમ.ડી./એમ.એસ.ની ડિગ્રી મેળવનાર મેરીટના ધોરણે પ્રથમ
પારિતોષિક : સૈયદ મશાયખ (રહે.) મેમોરીયલ ગોલ્ડ મેડલ દાતા:
મોડર્ન એન્જીનિયરીંગ વર્કસ, જે.પી પાવર થ્રેસર(ઈલોલ).
તા. ૫-૧-૧૯૮૬થી સમગ્ર બાવીસી લેવલે ધો.૧૨ પછી ઉચ્ચ અભ્યાસ અર્થે
આર્થિક રીતે પછાત અને તેજસ્વી વિદ્યાર્થીઓને મંડળ તરફથી શિષ્યવૃત્તિ
સહાય આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં શિષ્યવૃત્તિ સહાય તરીકે
રૂ.૪,૦૦,૯૫૦ (ચાર લાખ નવસો પચાસ) ચૂકવ્યા છે અને કુલ ૩૭૧ વિદ્યાર્થીઓએ
આ યોજનાનો લાભ લીધેલ છે. અત્યારે આ પ્રવૃત્તિ બંધ કરેલ છે.
તા. ૨૩-૮-૧૯૮૧થી મદ્રેસા શિક્ષણને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી
દર વર્ષે સમગ્ર બાવીસી જમાઅતના મદ્રેસાના એ,બી,સી,ડી,ઈ એમ પાંચેય
વિભાગોમાં પ્રથમ આવનાર મદ્રેસાને જાહેરમાં ટ્રોફી આપવામાં આવે
છે અને તે મદ્રેસાના મોલ્વી સાહેબને પણ પુરસ્કૃત કરવામાં આવે છે.
ટ્રોફીનું નામ : અલ્હાજ પીર સૈયદ મહેરહુસૈન જાફરી મેમોરીયલ ટ્રોફી
દાતા: મો.અલીભાઈ નાથુભાઈ વિજાપુરા(જેઠીપુરા), મો.શરીફભાઇ હબીબભાઈ
ગોદડ(હરીપુરા).
તા. ૧૫-૬-૧૯૮૨માં જૂન મહિનાના શૈક્ષણિક સત્રથી વિકાસ મંડળના નામવાળી
નોટબુકોનું સસ્તા દરે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવેલ.
સાબરકાંઠા જિલ્લાના શીઆ જાફરી મશાયખી મોમિન જમાઅતમાંથી નોકરી
કરતા કર્મચારીઓની ડિરેકટરીનું પ્રકાશન તા. ૨-૯-૧૯૮૪માં કરવામાં
આવ્યું હતું, પરંતુ ત્યાર પછી એ.વી.એમ. દ્વારા સમગ્ર બાવીસી જમાઅતની
ડિરેકટરીનું પ્રકાશન થતાં આ પ્રવૃત્તિ અત્યારે હાલ બંધ છે.
તા. ૧૫-૬-૧૯૮૫થી શીઆ જાફરી મશાયખી મોમિન જમાઅતના બાળકોને વિના
મૂલ્યે પાઠ્ય પુસ્તકો મળી રહે એ હેતુથી આ યોજનાની શરૂઆત કરવામાં
આવેલ.
ઇ.સ. ૧૯૯૪ના જાન્યુઆરી મહિનાથી અંગ્રેજી તારીખો સહિત શીઆ જાફરી
મશાયખી મોમિન જમાઅતના તહેવારોનો ઉલ્લેખ કરતું કેલેન્ડર 'જાફરી
તારીખ દર્શિકા' ની શરૂઆત કરવામાં આવી જે આજપર્યત ચાલુ છે. દર વર્ષે
જાન્યુઆરી મહિનામાં આ કેલેન્ડર નહી નફો નહીં નુકસાનના ધોરણે પ્રકાશિત
કરવામાં આવે છે જેની આશરે ૧૦,૦૦૦ જેટલી નકલોનું વિતરણ થાય છે.
શીઆ જાફરી મશાયખી વિકાસ મંડળ, સાબરકાંઠા અને જાફરી આવાઝ (માસિક)ના
સંયુક્ત સહયોગથી નીચે મુજબની કિતાબોનું પ્રકાશન કરવામાં આવેલ છે.
ચિંતનમણિકા, જ્ઞાનદીપક ભાગ ૧-૨-૩, ગુલઝારે ઇબાદત, અલવી અદાલત,
ખૈરુલ અમલ, બાલવાટિકા ભાગ ૧-૨-૩, જ્ઞાનગોષ્ઠિ ભાગ ૧-૨, પયગમ્બરોની
જીવન ઝરમર ભાગ ૧-૨-૩, માઅસૂમીન(અ.)ની જીવન શ્રેણી ભાગ ૧-૨-૩-૪.
વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ૧૨ પછી કયા કોર્સમાં જોડાવું તે અંગેનું
શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન જાફરી આવાઝના માધ્યમ દ્વારા
વિદ્યાર્થીઓને અવારનવાર આપવામાં આવે છે.
સમગ્ર શીઆ જાફરી મશાયખી મોમિન જમાઅતના બાળકો માટે તા. ૩૦-૫-૨૦૦૦થી
ઝહીરાબાદ, હિંમતનગર ખાતે 'ઝહીર હોસ્ટેલ'(બોયઝ)નું મકાન બનાવવામાં
આવ્યું અને ત્યારથી લઇ આજ સુધી ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને
પ્રવેશ આપવામાં આવે છે. ઇ.સ. ૨૦૦૭માં ઝહીર હોસ્ટેલ(બોયઝ)નું બીજું
મકાન પણ બનાવવામાં આવ્યું. બહેનો માટે જૂન ૨૦૧૦થી 'ફાતેમા હોસ્ટેલ'(ગર્લ્સ)
પણ કાર્યાન્વિત થયેલ છે જેમાં આપણા સમાજની વિદ્યાર્થીનીઓને
પ્રવેશ આપવામાં આવે છે.
શીઆ જાફરી મશાયખી વિકાસ મંડળ, સાબરકાંઠાની પ્રેરણાથી સાબરકાંઠામાં
વસતા ભાઈઓને આર્થિક સહાય મળી રહે તે હેતુથી ઝહીર કો.ઓ.ક્રેડીટ
સોસાયટી, સાબરકાંઠાની સ્થાપના તા. ૩૦-૫-૧૯૯૮ના રોજ કરવામાં આવી
જેને આજે દસ વર્ષ કરતાં પણ વધુ વર્ષ થયેલ છે.
તા. ૫-૮-૧૯૯૦થી દર વર્ષે ઇસ્લામી જ્ઞાનવર્ધક સ્પર્ધા(લેખિત) રાખવામાં
આવે છે જે આજપર્યત ચાલુ છે. દર વર્ષે મોહર્રમ મહિનાની ૧૧ મી તારીખે
સાબરકાંઠાના ગામડાઓમાં આ સ્પર્ધા યોજવામાં આવે છે અને સ્થાનિક
કક્ષાએ ઇનામ પણ આપવામાં આવે છે.
સાબરકાંઠાની બહેનોમાં જાગૃતિ આવે એ હેતુથી શીઆ જાફરી મશાયખી વિકાસ
મંડળની પ્રેરણાથી 'તન્ઝીમે ઝયનબીયા', સાબરકાંઠાની સ્થાપના કરવામાં
આવેલ છે. જેના ઉપક્રમે મહિલા જાગૃતિ શિબિરનો કાર્યક્રમ ઝહીર હોસ્ટેલ
ખાતે ત્રણ દિવસ માટે યોજવામાં આવેલ અને આ બહેનો સ્થાનિક ધોરણે
ગૃહઉદ્યોગ જેવી પ્રવુત્તિઓ ચલાવે છે.
આ ઉપરાંત મંડળ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન, જાફરી આવાઝ મેરેઝ બ્યૂરો,
નિબંધ લેખન સ્પર્ધા, ભાઈઓ માટેની નાઈટ વોલીબોલ સ્પર્ધા(ઝહીર ટ્રોફી),
શેર-શાયરીનો કાર્યકમ 'મહેફિલે માઅસૂમીન(અ.)', ક્વીઝ કોમ્પિટીશન
વગેરે પ્રવૃત્તિઓ અવાર નવાર યોજવામાં આવે છે.

