જાફરી આવાઝ વિષે થોડુંક.....
શીઆ જાફરી મશાયખી વિકાસ મંડળ, સાબરકાંઠા દ્વારા પ્રકાશિત સામયિકનું નામકરણ તા ૧૮-૨-૧૯૮૧ ના રોજ મહેરપુરા મુકામે આકાએ નામદાર પીર સૈયદ મોહંમદ મુશાહિદહુસૈન બાવા સાહેબ (મદ્દે.) દ્વારા 'જાફરી આવાઝ' આપવામાં આવ્યું. 'જાફરી આવાઝ'નો પ્રથમ અને દ્વિતીય (સંયુક્ત) અંક તંત્રી શ્રી મર્હૂમ 'દીપક' દાંત્રેલીયાના હસ્તાક્ષરમાં ડુપ્લેકેટીંગ મશીન ઉપર તૈયાર કરવામાં આવ્યો અને નામદાર બાવા સાહેબના હસ્તે કિશોરગઢ મુકામે તેનું વિમોચન કરવામાં આવ્યું. ઓગષ્ટ ૧૯૮૧થી 'જાફરી આવાઝ' ને સૌ પ્રથમવાર પ્રિન્ટીંગપ્રેસમાં છપાવીને પ્રગટ કરવાનો પ્રારંભ થયો અને આજે સતત ૨૯ વર્ષથી આ માસિક અવિરતપણે કાર્યરત છે. આ સામયિકે સમયાંતરે વિશેષાંકો પણ પ્રગટ કરેલ છે.
Visitor :